ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 6, 2024 8:05 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ ભારતની સંસ્કૃતિ અને સાહિત્યનો પરિચય મેળવી શકે તે હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ ભારતના વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ અને સાહિત્યનો પરિચય મેળવી શકે તે હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો છે. નવી દીલ્હીમાં પોતાના નિવાસસ્થાને રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કારમેળવનાર શિક્ષકો સાથેના સંવાદમાં તેમણે માતૃભાષામાં શિક્ષણ આપવાનું અનેવિદ્યાર્થીઓને દેશના ભાતીગળ લોકસાહિત્યથી પરિચીત કરાવવાનું મહત્વ સમજાવ્યું હતું.તેમણે કહ્યું કે, શૈક્ષણિક પ્રવાસોના કારણે વિદ્યાર્થીઓ દેશની સાંસ્કૃતિકવિવિધતાઓનો પરિચય મેળવશે. સાથે સાથે આ પગલું દેશના પ્રવાસન ક્ષેત્રને નવું બળઆપશે. પ્રધાનમંત્રીએ પુરસ્કાર વિજેતા શિક્ષકોને સોશિયલ મિડિયાનામાધ્યમથી એકબીજા સાથે શિક્ષણની પદ્ધતિઓ અંગે ચર્ચા કરવાનો અને પોતાના અનુભવોનુંઆદાન પ્રદાન કરવાનો અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પુરસ્કાર વિજેતા શિક્ષકોની શિક્ષણ માટેનીસમર્પિતતાને બિરદાવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ