પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં જળ સંચય જન ભાગીદારી પહેલનો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે, જળદાન એ સૌથી મોટું દાન છે. પાણીને બચાવવાની દિશામાં ગુજરાતમાં અનેક સફળ પ્રયત્ન થયા છે. આ પહેલથી ગુજરાતમાં લગભગ 24 હજાર 800 વર્ષા જળ સંચય સંરચનાઓનું નિર્માણ કરવામાં આવશે. જળ સંરક્ષણને સામાજિક નિષ્ઠાનો વિષય ગણાવતા તેમણે કહ્યું કે, આજે દેશનાં 15 કરોડથી વધુ ગ્રામીણ ઘરોમાં પાઇપ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે ‘પર ડ્રોપ મોર ક્રોપ’ને કારણે પાણીની બચતની સાથે સાથે ખેડૂતોની આવક પણ વધી રહી છે. દેશમાં 60 હજારથી વધુ અમૃત સરોવર બનાવવામાં આવ્યા છે. તેમણે દેશવાસીઓને પોતાની માતાના નામે એક છોડ વાવવાની અપીલ કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 3:30 પી એમ(PM) | જળ સંચય જન ભાગીદારી | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી