પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે સાડા બાર વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં ‘જળ સંચય જન ભાગીદારી’ પહેલની શરૂઆત કરાવશે.. તેઓ આ કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધશે..રાજ્ય સરકારની આગેવાની હેઠળની જળ સંચય અભિયાનની સફળતાના આધારે, જલ શક્તિ
મંત્રાલય અને રાજ્ય સરકારના સહયોગથી આ અભિયાન શરૂ થઇ રહ્યું છે.
રાજ્ય સરકારે પાણી સુરક્ષિત ભાવિ સુનિશ્ચિત કરવા માટે નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્યની સહભાગીદારી સાથે આ અભિયાન શરૂ કર્યુ છે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 8:00 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી