પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બંદર સેરી બેગવાન ખાતે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કર્યો હતો. દરમિયાન બંને નેતા સેટેલાઇટ અને લૉન્ચ વાહનો માટે ટેલીમેટ્રી, ટ્રેકિંગ અને ટેલિકૉમ કમાન્ડ સ્ટેશનના સંચાલનમાં સહકાર પરના એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર અને વિનિમયના સાક્ષી બન્યા હતા.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને બ્રુનેઈના પરિવહન અને માહિતી સંચાર મંત્રી પેંગિરન દાતો શમહરી બિન પેંગિરન મુસ્તફાએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રી હવે બ્રુનેઈથી સિંગાપોર જવા રવાના થયા છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 2:06 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બંદર સેરી બેગવાન ખાતે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કર્યો હતો
