ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કરશે. આ સમયગાળા દરમિયાન બંને દેશ વચ્ચે સહકારના નવા ક્ષેત્રો શોધવા પર ચર્ચા થવાની સંભાવના છે. ત્યારબાદ અનેક સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.શ્રી મોદી બ્રુનેઈ અને સિંગાપોરના બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ગઈકાલે બંદર સેરી બેગવાન પહોંચ્યા હતા. ત્યાં બ્રુનેઈના ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાહે દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. આ મુલાકાત બંને દેશ રાજદ્વારી સંબંધોની 40 વર્ષ પૂરા થયા છે તેને લઈને છે. પ્રધાનમંત્રી મોદી તેમની મુલાકાતના બીજા તબક્કામાં આજે સિંગાપોર જવા રવાના થશે. શ્રી મોદી લોરેન્સ વોંગના આમંત્રણ પર સિંગાપોર જઈ રહ્યા છે. આ દરમિયાન બંને નેતા ભારત-સિંગાપોર વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી મોદી લગભગ છ વર્ષ પછી સિંગાપોરની મુલાકાત લેશે. સિંગાપોર સાથે ભારતના મજબૂત સંરક્ષણ સંબંધો છે. બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણમાં સતત વધારો થયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ