ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 3, 2024 7:57 પી એમ(PM) | નરેન્દ્ર મોદી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઇ પહોંચ્યાઃ આવતી કાલે સિંગાપોરની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઇ અને સિંગાપોરનાં પ્રવાસનાં પ્રથમ તબક્કામાં આજે બાન્દર સેરી બેગવાન પહોંચ્યા હતા. બ્રુનેઇના ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાડેએ શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું. બ્રુનેઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે શ્રી મોદીને પ્રાસંગિક આવકાર આપવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રીએ બાન્દર સેરી બેગવાન ખાતે ભારતીય દૂતાવાસની નવી ચાન્સરીનું ઉદઘાટન કર્યું હતું.
આ ઉપરાંત, હોટલ ખાતે પ્રવાસી ભારતીયોએ શ્રી મોદીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. શ્રી મોદીએ સુલતાન ઉમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી હતી. ભારતના કોઈ પ્રધાનમંત્રી દ્વારા બ્રુનેઇની આ પ્રથમ મુલાકાત છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ મુલાકાત યોજાઈ રહી છે.
અગાઉ બ્રુનેઇ જવા રવાના થતા પહેલાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બ્રુનેઇ અને સિંગાપુરની તેમની મુલાકાત બંને દેશો સાથેની ભારતની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.
વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી આવતી કાલે સિંગાપોરનાં પ્રવાસે જશે. તેઓ રાષ્ટ્રપ્રમુખ થર્મન શણ્મુગારત્નમ, પ્રધાનમંત્રી લોરેન્સ વોગ સાથે મુલાકાત કરશે અને સિંગાપોરના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ