પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પ્રધાનમંત્રીને તેમના સભ્યપદનું નવું પ્રમાણપત્ર આપતાં જ આ અભિયાનનો પ્રારંભથશે. ભાજપના તમામ વર્તમાન સભ્યોએ પોતાનું સભ્યપદ ફરી લેવું પડશે. પાર્ટીના સંવિધાન અનુસાર, દર પાંચથી છ વર્ષ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આજથી શરૂ થનારું ભાજપનું આઅભિયાન 10 નવેમ્બર સુધી વિવિધ તબક્કામાં પૂર્ણ થશે. જ્યારે પહેલા તબક્કો 25 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. લોકો મિસ્ડ-કૉલ આપીને અથવા પાર્ટીની વેબસાઈટ પર અથવા અન્ય ડિજિટલ માધ્યમોથી સભ્યપદ લઈ શકે છે.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 3:29 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી | ભાજપ