પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રાજયમાં ભારે વરસાદને પગલે, બંને રાજ્યના મુખ્યમંત્રીઓને, કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહાયની ખાતરી આપી છે. શ્રી મોદીએ ભારે વરસાદ અને પૂરને પગલે આંધ્રપ્રદેશના એન. ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના એ. રેવન્ત રેડ્ડી સાથે ફોન પર વાતકરી હતી. હૈદરાબાદ સહિત તેલંગાણાના ઘણા ભાગોમાં ગઈકાલે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. હૈદરાબાદ જિલ્લા કલેક્ટરે વધુ વરસાદના પગલે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રાખવામાં જાહેરાત કરી હતી.
આંધ્રપ્રદેશમાં છેલ્લા બે દિવસમાં મુશળધાર વરસાદે અનેક સ્થળોએ જનજીવનની અસર કરી છે ખાસ કરીને વિજયવાડા અને આસપાસના વિસ્તારોમાં, જ્યારે રાજ્યભરમાંથી 17 હજાર વરસાદથી પ્રભાવિત લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં પૂર રાહત અને બચાવ કામગીરી માટે 26 NDRFની ટીમ તૈનાત કરવામાં આવી રહી છે. જ્યારે બે રાજ્યોમાં NDRFની 12 ટીમ પહેલેથી જ તૈનાત છે અને વધુ 14 વધુ મોકલવામાં આવી રહી છે.
NDRFની ટીમો મૂળભૂત સાધન અને તબીબી સહાયથી સજ્જ છે. દક્ષિણ મધ્ય રેલ્વે નેટવર્ક પર અનેક સ્થળોએ ભારે વરસાદ અને ટ્રેક પર પાણી ભરાવાને કારણે 99 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી હતી, ચાર ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી હતી અને 54ને ડાયવર્ટ કરવામાં આવી હતી.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 9:52 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ભારે વરસાદથી અસરગ્રસ્ત આંધ્રપ્રદેશ અને તેલંગાણાને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહાયની ખાતરી આપી
