પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે રશિયા અનેઓસ્ટ્રિયાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. મોસ્કો વિમાન મથકે તેમને ગાર્ડ ઓફ ઓનરઆપવામાં આવ્યું હતું. રશિયાના નાયબ પ્રધાનમંત્રી ડેનિસ માન્તુરોવે તેમનું સ્વાગત કર્યુહતું. આવતીકાલે ભારત અને રશિયા વચ્ચેની 22મી શિખર મંત્રણા દરમિયાનપ્રધાનમંત્રી મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિનસંરક્ષણ, વેપાર, ઊર્જા, શિક્ષણ, સંસ્કૃતિ સહિતનાં અનેકદ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરશે. તેઓદ્વિપક્ષીય હિતોનાં પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર એક બીજાનાં અભિપ્રાયો રજૂ કરશે. બંને નેતાઓ બ્રિક્સ, શાંઘાઇ સહકાર સંગઠન, જી-20, પૂર્વ એશિયા સમિટ અને યુએન જેવા જૂથોમાં દ્વિપક્ષીયસંબંધોની સમીક્ષા પણ કરશે.રશિયન પ્રમુખ આજે સાંજે શ્રી મોદી માટે અંગત ભોજનકાર્યક્રમનું પણ આયોજન કરશે. આવતી કાલે, પ્રધાનમંત્રી રશિયામાં ભારતીય સમુદાય સાથે આદાનપ્રદાન કરશે. તેઓ ક્રેમલિનમાં અજ્ઞાતસૈનિકોની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરશેઅને મોસ્કોમાં રોસ્તોમ પેવિલિયનની પણ મુલાકાત લેશે. એ પછી બંને નેતાઓ વચ્ચે પરસ્પર મુલાકાત થશે, અને ત્યારબાદ પ્રતિનિધીમંડળ સ્તરની મંત્રણા યોજાશે.બે રાષ્ટ્રોની મુલાકાતનાં બીજાતબક્કામાં પ્રધાનમંત્રી આવતી કાલેઓસ્ટ્રિયાની મુલાકાતે જશે. પ્રધાનમંત્રીની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત છે. તેઓઓસ્ટ્રિયાના ચાન્સેલર સાથે પ્રતિનિધિમંડળની મંત્રણા કરવા ઉપરાંત ઉચ્ચ સ્તરીય વેપાર વાટાઘાટ પણકરશે
Site Admin | જુલાઇ 8, 2024 8:06 પી એમ(PM) | નરેન્દ્ર મોદી | પ્રધાનમંત્રી