ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 30, 2024 10:45 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં મુંબઇ અને પાલઘરમાં વિવિધ વિકાસકામોનાં ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં મુંબઇ અને પાલઘરની મુલાકાત લઇને વિવિધ વિકાસકામોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આજે સવારે 11 વાગ્યે મુંબઇના જીઓ વિશ્વ સંમેલન કેન્દ્રમાં યોજાનાર વૈશ્વિક નાણાં સંસ્થાઓની બેઠકમાં સંબોધન કરશે. ત્યાર પછી લગભગ એક વાગે, 30 મિનિટે શ્રી મોદી પાલઘરમાં સીડકો મેદાન ખાતે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે. તેઓ પાલઘરમાં 76 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર વધવાન બંદરનું ખાતમૂહુર્ત કરશે.
સૂચિત બંદર પર મોટા કન્ટેનર સાથેના માલવાહક જહાજો માટેની ખાસ વ્યવસ્થા ઉભી થવાથી આ બંદર દેશના આર્થિક અને વેપાર ક્ષેત્રના વિકાસ માટે નોંધપાત્ર બની રહેશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી એક હજાર 560 કરોડ રૂપિયાના ખર્ચના મત્સ્યોદ્યોગ ક્ષેત્રના 218 પ્રોજેક્ટોનું ભૂમિપુજન અને લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટો દ્વારા રોજગારની અંદાજે 5 લાખથી વધુ તકોનું નિર્માણ થવાની સંભાવના છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 360 કરોડ રૂપિયાના ખર્ચના જહાજ સંદેશા વ્યવહાર અને તેમને મદદરૂપ થનારી વ્યવસ્થાનો શુભારંભ કરાવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ