પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારી સાથે અસરકારક શાસન વ્યરવસ્થાિ અને સમય પર કાર્યક્રમોના અમલીકરણના સંચાર ટેકનોલોજી પર આધારિત બહુવિધ મંચ-પ્રગતિની 44મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.
બેઠકમાં માર્ગ જોડાણ સાથે સંબંધિત બે પરિયોજના, બે રેલવે અને કોલસા, ઉર્જા અને જળ સંસાધન ક્ષેત્રની એક -એકસહિત સાત મહત્વપૂર્ણ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જેની કુલ કિંમત 76 હજાર 500 કરોડ રૂપિયાથી વધુ છે. આ પરિયોજનાઓ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ અને દિલ્હી સાથે સંબંધિત છે.
બેઠક દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે પરિયોજનાઓમાં વિલંબ માત્ર ખર્ચમાં વધારો જ નહીં પરંતુ લોકોને તેના હેતુપૂર્વકના લાભોથી પણ વંચિત રાખે છે. તેમણે અમૃત 2.0 અને જળ જીવન મિશન સંબંધિત જાહેર ફરિયાદોની પણ સમીક્ષા કરી. તેમણે કહ્યું કે જિલ્લા અને રાજ્ય સ્તરે ફરિયાદોનો ગુણવત્તા યુક્તનિકાલ રાજ્ય સરકારો દ્વારા સુનિશ્ચિત થવો જોઈએ. શ્રી મોદીએ કહ્યું કે શહેરોની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પહોંચીવળવા માટે પીએમ સૂર્ય ઘર મફત બિજલી યોજના જેવી પહેલોનો લાભ લેવાની જરૂર છે.
Site Admin | ઓગસ્ટ 29, 2024 8:59 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | India | newsupdate | પ્રધાનમંત્રી | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી