પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ટેલિફોન પર યુક્રેનની સ્થિતિ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ ભારત-અમેરિકા સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી માટે રાષ્ટ્રપતિ બાઇડનની ઊંડી પ્રતિબદ્ધતા માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી, જે લોકશાહી, કાયદાના શાસન અને મજબૂત લોકો-થી-લોકો સંબંધોના સહિયારા મૂલ્યો પર આધારિત છે.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરી અને ભારપૂર્વક જણાવ્યું કે ભારત-અમેરિકા ભાગીદારીનો ઉદ્દેશ્ય બંને દેશોના લોકો તેમજ સમગ્ર માનવતાને લાભ આપવાનો છે.
યુક્રેનની સ્થિતિ અંગે ચર્ચા કરતા શ્રી મોદીએ રાષ્ટ્રપતિ બાઇડનને તેમની તાજેતરની યુક્રેનની મુલાકાત વિશે માહિતી આપી હતી. તેમણે વાટાઘાટ અને મુત્સદ્દીગીરીની દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાના ભારતના દ્રષ્ટિબિંદુનો પુનરોચ્ચાર કર્યો અને શાંતિ અને સ્થિરતા પૂર્વવત કરવા પોતાનું સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું.
Site Admin | ઓગસ્ટ 27, 2024 10:25 એ એમ (AM)