પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, દેશના યુવાનોને અંતરિક્ષ ક્ષેત્રે સુધારાથી ઘણો ફાયદો થયો છે. આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશમાં ઘણું એવું થઈ રહ્યું છે જેનાથી વિકસિત ભારતના પાયા મજબૂત બની રહ્યા છે.
તેમણે રાષ્ટ્રીય અવકાશ દિવસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ મહિનાની 23 તારીખે દેશવાસીઓએ પહલો રાષ્ટ્રીય અવકાશ દિવસ અને ચંદ્રયાન -3ની સફળતાનો ઉત્સવ ઉજવ્યો. શ્રી મોદીએ કહ્યું કે આ વર્ષે લાલ કિલ્લા પરથી યુવાનોને રાજકારણમાં જોડાવવાના તેમના અહ્વાનને બહોળો પ્રતિસાદ મળ્યો છે.
હર ઘર તિરંગા ઝુંબેશ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, જમ્મૂ કાશ્મીરના રિયાસીમાં વિશ્વના સૌથી ઉંચા પૂલ, ચિનાબ રેલવે પૂલ ઉપર 750 મીટર લાંબી તિરંગા યાત્રા કાઢવામાં આવી. જ્યારે અરૂણાચલ પ્રદેશના કામેંગ જિલ્લામાં 600 ફૂટ લાંબી તિરંગા યાત્રા નીકળી હતી. આ રીતે દેશના અન્ય રાજ્યોમાં દરેક વયના લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા.
શ્રી મોદીએ કહ્યું કે આ અભિયાને સમગ્ર દેશને એક સૂત્રમાં બાંધ્યો છે, અને આ જ એક ભારત, શ્રેષ્ઠ ભારત છે. પ્રધાનમંત્રી મોદીએ લોકોને ‘કેચ ધી રેન મૂવમેન્ટ’ અને ‘એક પેડ માકે નામ’ ઝુંબેશમાં ભાગ લેવાનો અનુરોધ કર્યો હતો.
એક દિવસ પૂર્વે આયોજીત વિશ્વ સંસ્કૃત દિવસ વિશે વાત કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, લિથુએનિયાના પ્રોફેસર વાયતિસ વિદુનાસે ‘સંસ્કૃત ઑન ધી રિવર્સ’ નામ આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ પેરિસ પેરાલિમ્પિકનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, દેશના એકસો ચાળીસ કરોડ નાગિરકો ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યા છે. તેમણે લોકોને હેશ ટેગ ચીયર ફોર ભારત સાથે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જણાવ્યું.
વધુમાં તેમણે જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, ઓણમ, મિલાદ-ઉન-નવી અને તેલુગુ ભાષા દિવસની શુભેચ્છા પાઠવી હતી.
Site Admin | ઓગસ્ટ 25, 2024 7:33 પી એમ(PM)