પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનનાં સફળ પ્રવાસ બાદ આજે દિલ્હી પરત ફર્યા છે. પ્રવાસદરમિયાન શ્રી મોદીએ તેમનાં પોલેન્ડનાં સમકક્ષ સાથે મંત્રણા કરી હતી. બંને નેતાઓ દ્વિપક્ષીયસંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવા સંમત થયા હતા. તેમણે વધુ સ્થિર, સમૃધ્ધ અને સાતત્યપૂર્ણવિશ્વનાં નિર્માણ માટે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહકાર વધુ ઘેરો બનાવવાનીપ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. યુક્રેનમાં પ્રધાનમંત્રીમોદી અને યુક્રેનના પ્રધાનમંત્રી વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે કિવમાં પ્રતિનિધી સ્તરનીબેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સામુદાયિક વિકાસ, કૃષિ, સાંસ્કૃતિક આદાનપ્રદાન સહિતનાં ચાર ક્ષેત્રોમાંસમજૂતિ પત્રો પર હસ્તાક્ષર થયા હતા. શ્રી મોદીએ ખાતરી આપી હતી કે શાંતિ લાવવાનાં પ્રયાસમાટે જરૂરી તમામ પ્રયત્નમાં ભારત સક્રિય ભૂમિકા ભજવશે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલાયુધ્ધ અંગે શ્રી મોદીએ પોતાનાં વિચારો આ રીતે વ્યક્ત કર્યા..(Byte Modi)યુક્રેનના પ્રમુખવોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, રશિયા સાથેનાં યુધ્ધનો અંત લાવવામાં વૈશ્વિક રાજદ્વારીપ્રયાસોમાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે. શ્રી મોદીએ ઝેલેન્સ્કીને ભારતની મુલાકાતેઆવવા નિમંત્રણ આપ્યું હતું.–
Site Admin | ઓગસ્ટ 24, 2024 7:52 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનનાં સફળ પ્રવાસ બાદ આજે દિલ્હી પરત ફર્યા છે
