ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2024 7:57 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે આજે યુક્રેનના કિવમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે આજેયુક્રેનના કિવમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન, બંને નેતાઓની હાજરીમાં ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર થાય હતા.. યુક્રેનમાંસામુદાયિક વિકાસ પ્રોજેક્ટ્સ, ડ્રગ નિયંત્રણ ધોરણો, સાંસ્કૃતિક વિનિમય અને કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોનેમજબૂત કરવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.પ્રધાનમંત્રીની યુક્રેનની મુલાકાત અંગે મીડિયાને માહિતીઆપતાં વિદેશમંત્રી  ડૉ. એસ જયશંકરે જણાવ્યુંહતું કે ચર્ચા’ દ્વિપક્ષીય સંબંધો, વેપાર,આર્થિક મુદ્દાઓ, સંરક્ષણ, દવાઓ અને કૃષિ પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે બંને નેતાઓએ યુક્રેનમાંસંઘર્ષ અંગે ચર્ચા કરી. ડૉ. જયશંકરે કહ્યું કે ભારતનું માનવું છે કે ઉકેલ શોધવામાટે બંને પક્ષોએ એકબીજા સાથે જોડાવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કેપ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ વ્યાપક સ્વીકૃતિ ધરાવતાઅને શાંતિની પુનઃસ્થાપનામાં યોગદાન આપતા નવીન ઉકેલો વિકસાવવા માટે તમામ હિતધારકોવચ્ચે પ્રામાણિક અને વ્યવહારુ જોડાણની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણેકહ્યું કે શ્રી મોદીએ શાંતિ માટે દરેક સંભવિત રીતે યોગદાન આપવાની ભારતની ઈચ્છાનોપુનરોચ્ચાર કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ