પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં જણાવ્યું છે કે ગાંધીજી દ્વારા બતાવવામાં આવેલો માર્ગ વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની બેદેશોની મુલાકાતના બીજા અને અંતિમ તબક્કામાં આજે કિવ પહોંચ્યા છે . પ્રધાનમંત્રીટ્રેન દ્વારા પોલેન્ડથી કિવ પહોંચ્યા હતા. કિવ પહોંચતા જ ભારતીય સમુદાય દ્વારા પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિવમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની મુલાકાત લીધી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સુમેળભર્યા સમાજના નિર્માણમાં મહાત્મા ગાંધીના શાંતિના સંદેશની શાશ્વત સુસંગતતાની વાત દોહરાવીહતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિવમાં યુક્રેનના રાષ્ટ્રીય ઇતિહાસ સંગ્રહાલયખાતે બાળકો પરના મલ્ટીમીડિયા શહીદ વિજ્ઞાની પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમનીસાથે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી પણ હતા. પ્રધાનમંત્રી મોદી સંઘર્ષમાં જીવ ગુમાવનારા બાળકોનીયાદમાં આયોજિત મર્મપૂર્ણ પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે બાળ જીવોના દુ:ખદ મરણ પર શોક વ્યક્ત કર્યો અને સન્માનના ચિહ્ન તરીકે તેમની યાદમાં એકરમકડું મૂક્યું હતું.ઉલ્લેખનીય છે કે વર્ષ 1992માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના બાદ ભારતીય પ્રધાનમંત્રીદ્વારા યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે. શ્રી મોદી અને શ્રી ઝેલેન્સ્કી આર્થિક અનેવ્યાપારી સંબંધો, કૃષિ, માળખાગત સુવિધાઓથી માંડીને દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્તર પર ચર્ચા કરશે.આ મુલાકાત દરમ્યાન યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષની વાત પણ ચર્ચાનો એક ભાગ બનશે. ભારતેવાટાઘાટો દ્વારા ઉકેલ સુધી પહોંચવા માટે મુત્સદ્દીગીરી અને સંવાદની સતત હિમાયત કરીછે. શ્રી મોદીની યુક્રેનની ઐતિહાસિક મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અનેવિસ્તૃત કરવામાં મદદ કરશે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 7:43 પી એમ(PM)