પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનો આ 113મો એપિસોડ હશે.
આ કાર્યક્રમ આપ આકાશવાણી, દુરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર સાંભળી શકશો.
આ ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી, હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુટ્યૂબ ચેનલ ઉપર પણ આપ તેને સાંભળી શકશે. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમના તુરત બાદ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 8:22 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી