પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે સાથે મંત્રણા કરશે. આજની વાતચીત બંને દેશો વચ્ચેના ઊર્જા, વેપાર, સંપર્ક, ડિજિટલાઇઝેશન અને સંરક્ષણ ક્ષેત્રોના સંબંધોને મજબૂત બનાવશે.શ્રી મોદી ગઈકાલે સાંજે શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસે કોલંબો પહોંચ્યા. શ્રી મોદીનું કોલંબોમાં આગમન થતાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપ્રમુખ દિસાનાયકેના મંત્રીમંડળના ટોચના મંત્રીઓ હવાઈ મથક પર હાજર હતા.ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપ્રમુખ દિસાનાયકે પદ સંભાળ્યા પછી શ્રી મોદી શ્રીલંકાની મુલાકાત લેનારા પ્રથમ વિદેશી સરકારના વડા છે. શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે.
Site Admin | એપ્રિલ 5, 2025 9:17 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે સાથે મંત્રણા કરશે
