ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 4, 2025 4:02 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિમ્સટેકને મજબૂત કરવા અને તેના જોડાણને ગાઢ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ભલાઈને આગળ વધારવા મહત્વપૂર્ણ એવા બિમ્સટેકને મજબૂત કરવા અને તેના જોડાણને ગાઢ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. બેંગકોકમાં આયોજિત 6ઠ્ઠી બિમ્સટેક બેઠકમાં પ્રધાનમંત્રીએ સહકારના વિવિધ પાસાઓને આવરી લેતી 21-મુદ્દાની કાર્ય યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
બિમ્સટેકના સભ્ય દેશોમાં વેપારને વેગ આપવાનો સમય આવી ગયો છે તેમ જણાવતા શ્રી મોદીએ દર વર્ષે બિમ્સટેક વેપાર મહાંમંડળ અને બિમ્સટેક ઉદ્યોગ સંમેલનનું સંગઠન સ્થાપવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રીએ ઈન્ફર્મેશન ટેક્નોલોજી-IT ક્ષેત્રની સમૃદ્ધ સંભાવનાનો ઉપયોગ કરવા અને બીમસ્ટેકને તકનીકી રીતે મજબૂત બનાવવા પણ હાકલ કરી. તેમણે ભારતમાં આપત્તિ વ્યવસ્થાપન માટે બિમ્સટેક સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવાની જાહેરાત કરી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બોધિ પહેલ હેઠળ, બિમ્સટેક દેશોના 300 યુવાનોને દર વર્ષે ભારતમાં તાલીમ અપાશે. પ્રધાનમંત્રીએ આ સાથે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
શ્રી મોદીએ ગઈકાલે થાઈલેન્ડનાં પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરીને બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સહયોગના વિવિધ પાસાઓની સમીક્ષા કરી. બંને નેતાઓની હાજરીમાં ભારત-થાઇલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત કરવા અંગે સંયુક્ત ઘોષણાપત્રના આદાન-પ્રદાન સાથે હાથશાળ અને હસ્તકળા, ડિજિટલ ટેકનોલૉજી, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને દરિયાઈ વારસાના ક્ષેત્રોમાં પણ કરારનું આદાનપ્રદાન કરાયું હતું.
શ્રી મોદી બિમ્સટેક બેઠક બાદ શ્રીલંકાની મુલાકાતે જશે અને ત્યાંના રાષ્ટ્રપ્રમુખ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ