ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 3, 2025 3:26 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના થાઈલૅન્ડ પ્રવાસે બેન્કૉક પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના થાઈલૅન્ડ પ્રવાસે બેન્કૉક પહોંચ્યા છે. શ્રી મોદી છઠ્ઠા બિમ્સટૅક શિખર સંમેલનમાં ભાગ લેવા થાઈલૅન્ડ પહોંચ્યા છે. થાઈલૅન્ડના નાયબ પ્રધાનમંત્રી અને પરિવહન મંત્રી સૂર્યા જુન્ગરૂંગ-રેન્ગકિટે હવાઈમથક પર તેમનું સ્વાગત કર્યું હતું. વર્ષ 2016 અને 2019 બાદ પ્રધાનમંત્રી મોદીનો ત્રીજો થાઈલૅન્ડ પ્રવાસ છે.
થાઈલૅન્ડ પહોંચતાં શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું, તેઓ સત્તાવાર સંવાદમાં ભાગ લેવા તથા ભારત અને થાઈલૅન્ડ વચ્ચે સહકાર મજબૂત કરવા ઈચ્છુક છે.
પ્રધાનમંત્રી મોદી આજે સાંજે થાઈલૅન્ડનાં પ્રધાનમંત્રી પિટૉગટર્ન છિનાવાત્રા સાથે દ્વિપક્ષી સંવાદ કરશે. તેઓ પરસ્પર સંબંધોના તમામ તબક્કાના વિકાસની સમીક્ષા કરશે. આ સાથે જ દ્વિપક્ષી ભાગીદારીને ગતિ આપવા અને પ્રાદેશિક તથા બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ વિવિધ દ્વિપક્ષી દસ્તાવેજ પર હસ્તાક્ષર દરમિયાન ઉપસ્થિત રહેશે. આ વખતે બિમ્સટૅક શિખર સંમેલનની વિષયવસ્તુ બિમ્સટૅક- સમૃદ્ધ, સ્થિતિસ્થાપક અને ખૂલ્લું છે. સંમેલનમાં બેન્કૉક દ્રષ્ટિકોણ 2030ને અપનાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના થાઈલૅન્ડના નરેશ અને રાણીને પણ મળે તેવી શક્યતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ