પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના મોહભટ્ટા અને બિલાસપુર જિલ્લામાં 33 હજાર 700 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ વિકાસ કાર્યોમાં વીજળી, રસ્તા, રેલ્વે, ઓઇલ અને ગેસ, શિક્ષણ અને આવાસનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કાયમી શાંતિનો એક નવો યુગ જોવા મળી રહ્યો છે. રાજ્યના દૂરના આદિવાસી વિસ્તારોમાં રસ્તા, વીજળી અને મોબાઇલ નેટવર્કની સાથે આરોગ્ય અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છત્તીસગઢનું ભાગ્ય બદલાઈ રહ્યું છે. આદિવાસી વિસ્તારોના વિકાસ માટે ધરતી આબા આદિવાસી વિકાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અત્યંત પછાત આદિવાસી સમુદાયો માટે પ્રધાનમંત્રી જન-મન યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ આદિવાસી વિસ્તારોના વિકાસ માટે હજારો કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર છત્તીસગઢના દરેક પરિવાર સુધી વિકાસના લાભો પહોંચે તે સુનિશ્ચિત કરવામાં કોઈ કસર છોડશે નહીં.
કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના ત્રણ લાખ લાભાર્થીઓને ઘરોની ચાવીઓ સોંપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ અભાનપુર-રાયપુર સેક્શન પર MEMU ટ્રેન સેવાનું પણ ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં ગૃહ અને શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ ખટ્ટર અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ પણ સંબોધન કર્યું હતું.
Site Admin | માર્ચ 30, 2025 8:05 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના મોહભટ્ટા અને બિલાસપુર જિલ્લામાં 33 હજાર 700 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
