પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે. શ્રી મોદી સવારે નવ વાગ્યે મહારાષ્ટ્રના નાગપુર પહોંચશે. તેઓ સ્મૃતિ મંદિરની મુલાકાત લેશે અને ત્યારબાદ દીક્ષા ભૂમિ જશે.
પ્રધાનમંત્રી નાગપુરમાં માઘવ નેત્રાલય પ્રીમિયર સેન્ટરનો શિલાન્યાસ કરશે. તેઓ જાહેર સભાને પણ સંબોધિત કરશે. શ્રી મોદી નાગપુરમાં સોલાર ડિફેન્સ એરોસ્પેસ લિમિટેડ ખાતે ડ્રોન માટે લોઇટરિંગ મ્યુનિશન ટેસ્ટિંગ રેન્જ અને રનવે સુવિધાનું ઉદ્ઘાટન પણ કરશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી છત્તીસગઢના બિલાસપુર ખાતે ૩૩ હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સભાને પણ સંબોધશે.
Site Admin | માર્ચ 29, 2025 1:53 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે
