પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડના સત્તાવાર પ્રવાસે છે. તેઓ આજે વૉરસામાં પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરશે. બંને દેશના નેતાઓએ દ્વીપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. શ્રી મોદી પૉલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડા સાથે પણ મુલાકાત કરવાના છે.
બીજા તબક્કામાં તેઓ યુક્રેન પહોંચશે. યુક્રેનના રાજધાની કીવમાં તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરશે. ભારતીય પ્રધાનમંત્રીનો પ્રથમ યુક્રેન પ્રવાસ છે. દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે રાજકીય, વેપારી, આર્થિક, રોકાણ, શિક્ષણ, સાંસ્કૃતિક તેમજ પારસ્પરિક સંબંધો સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરાશે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 2:00 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી