પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે 3 એપ્રિલે થાઈલેન્ડની બે દિવસીય મુલાકાતે જશે. આજે બપોરે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, સચિવ જયદીપ મઝુમદારે જણાવ્યું હતું કે આ પ્રધાનમંત્રીની થાઈલેન્ડની ત્રીજી મુલાકાત હશે.
પ્રધાનમંત્રી તેમના થાઈ સમકક્ષ પેટોંગટાર્ન શિનાવાત્રા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ અનેક દ્વિપક્ષીય દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ કરશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે BIMSTEC સમિટ પછી, પ્રધાનમંત્રી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેના આમંત્રણ પર 4 થી 6 એપ્રિલ સુધી શ્રીલંકાની યાત્રા કરશે. તેઓ ઉર્જા જોડાણ, ડિજિટાઇઝેશન અને આરોગ્ય ક્ષેત્રોમાં અનેક એમઓયુના વિનિમયના સાક્ષી પણ બનશે.
Site Admin | માર્ચ 28, 2025 7:25 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે 3 એપ્રિલે થાઈલેન્ડની બે દિવસીય મુલાકાતે જશે
