પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના ક્ષય નાબૂદીના મહત્વાકાંક્ષી અભિયાનમાં યોગદાન આપવા બદલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાના સોશિયલ મીડિયા સંદેશમાં પ્રતિક્રિયા આપતા એ વાત પર ભાર આપ્યો કે, પાયાના સ્તરે પ્રયાસોની વધતી ગતિ સ્વસ્થ અને ક્ષય મુક્ત ભારત માટે માર્ગ મોકળો કરી રહી છે. ક્ષય સામેની લડાઈમાં સામેલ લોકોની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું, તેમના પ્રયાસ ક્ષય સામેની લડાઈને મજબૂત બનાવી રહ્યા છે અને ક્ષયમુક્ત ભારત અને સ્વસ્થ દેશ સુનિશ્ચિત કરવામાં ફાળો આપી રહ્યા છે.
Site Admin | માર્ચ 26, 2025 6:27 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના ક્ષય નાબૂદીના મહત્વાકાંક્ષી અભિયાનમાં યોગદાન આપવા બદલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો
