ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 8 અને 9 તારીખે રશિયાની સત્તાવાર મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 8 અને 9 તારીખે રશિયાની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, શ્રી મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં હાજરી માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર મોસ્કોમાં હશે.
બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 9 અને 10 તારીખે ઓસ્ટ્રિયા જશે. 41 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે.
શ્રી મોદી ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વેન ડેર બેલેનને મળશે અને ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી મોદી અને ચાન્સેલર ભારત અને ઓસ્ટ્રિયાના વ્યાપારી અગ્રણીઓને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોસ્કો તેમજ વિયેનામાં ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરશે.