પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિનાની 30મી તારીખે આકાશવાણી પર પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. આ માસિક રેડિયો કાર્યક્રમની 120મી કડી હશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ મહિનાના મન કી બાત કાર્યક્રમ માટે વિવિધ પ્રકારના સૂચનો મળવાથી ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આ સૂચનો સામાજિક કલ્યાણ માટે સામૂહિક પ્રયાસોની શક્તિને પ્રદર્શિત કરે છે.લોકો ટોલ-ફ્રી નંબર 1800-11-7800 પર તેમના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા પણ તેમના સૂચનો ઑનલાઇન મોકલી શકે છે. આગામી કડી માટેના સૂચનો આ મહિનાની 28મી તારીખ સુધી સ્વીકારવામાં આવશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી સમાચાર વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. તેનું આકાશવાણી સમાચાર, ડીડી સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરશે.
Site Admin | માર્ચ 25, 2025 9:49 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા.
