પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક અબજ ટનથી વધુ કોલસાના ઉત્પાદનની ભારતની સિદ્ધિની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં તેને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી અને કહ્યું કે તે ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
આ અગાઉ, કોલસા અને ખાણકામ મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે અદ્યતન ટેકનોલોજી અને કાર્યક્ષમ પદ્ધતિઓએ ભારતને માત્ર ઉત્પાદન વધારવામાં મદદ નથી કરી પરંતુ ટકાઉ અને જવાબદાર ખાણકામ પણ સુનિશ્ચિત કર્યું છે.
Site Admin | માર્ચ 21, 2025 7:13 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક અબજ ટનથી વધુ કોલસાના ઉત્પાદનની ભારતની સિદ્ધિની પ્રશંસા કરી
