પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ન્યુઝીલેન્ડ સમકક્ષ ક્રિસ્ટોફર લક્સને આજે સાંજે નવી દિલ્હીમાં સંયુક્ત રીતે રાયસીના ડાયલોગ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું.
શ્રી લક્સને પોતાના લંબોધનમાં કહ્યું કે, ભારત અને ન્યુઝીલેન્ડ ભાગ્યશાળી છે કે તેઓ વિશ્વના સૌથી આર્થિક રીતે ગતિશીલ ક્ષેત્રનો ભાગ છે. તેમણે કહ્યું કે, આગામી વર્ષોમાં ઈન્ડો-પેસિફિક, વૈશ્વિક આર્થિક વૃદ્ધિનો બે તૃતીયાંશ હિસ્સો ધરાવશે.ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રીએ કહ્યું કે રાયસીના ડાયલોગ એ એક એવું મંચ છે જે વિશ્વભરના વિચારશીલ નેતાઓને હિંદ મહાસાગરના પડકારો પર તેમના સામૂહિક ચિંતનને તક પૂરી પાડે છે.
આ વર્ષના રાયસીના સંવાદની થીમ “કાલચક્ર – લોકો, શાંતિ અને ગ્રહો” છે. આ કાર્યક્રમ દરમિયાન, વૈશ્વિક નેતાઓ છ વિષયોના સ્તંભો પર ચર્ચા કરશે. રાયસીના ડાયલોગ 19 માર્ચ સુધી ચાલશે.
Site Admin | માર્ચ 17, 2025 7:40 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સને નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ 2025નું ઉદ્ઘાટન કર્યું
