ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 6:33 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેબેન્દ્ર પ્રધાનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેબેન્દ્ર પ્રધાનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે ગરીબી નાબૂદી અને સામાજિક સશક્તિકરણ પર ભાર મૂકવા માટે ડૉ. દેબેન્દ્ર પ્રધાનજીનું સાંસદ અને મંત્રી તરીકેનું યોગદાન નોંધપાત્ર છે.
શ્રી મોદીએ X પર લખ્યું હતું કે ડૉ. દેબેન્દ્ર પ્રધાનજીએ એક મહેનતુ અને નમ્ર નેતા તરીકે પોતાની ઓળખ બનાવી. તેમણે ઓરિસ્સામાં ભાજપને મજબૂત બનાવવા માટે અનેક પ્રયાસો કર્યા. ગરીબી નિવારણ અને સામાજિક સશક્તિકરણ પર ભાર મૂકવા માટે પણ સાંસદ અને મંત્રી તરીકેનું તેમનું યોગદાન નોંધપાત્ર છે. તેમના નિધનથી દુઃખ થયું. હું અંતિમ શ્રદ્ધાંજલિ આપવા ગયો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ