ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 9:29 એ એમ (AM) | Modi | narendramodi

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાયસીના ડાયલૉગની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાયસીના ડાયલૉગ 2025ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટૉફર લક્સન ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને તેઓ સંબોધન કરશે. આ રાયસીના ડાયલૉગ કાર્યક્રમ 19 માર્ચ સુધી ચાલશે.
આ વર્ષે “કાળચક્રઃ લોકો, શાંતિ અને પૃથ્વી” એ આ કાર્યક્રમની મુખ્ય વિષયવસ્તુ છે. કાર્યક્રમ દરમિયાન વિશ્વના નીતિ-નિર્માતાઓ અને ચિંતકો છ જેટલા મુખ્ય વિષય પર વિચાર-વિમર્શ કરશે. રાયસીના ડાયલૉગ ભારતની ભૂ-રાજનીતિ અને ભૂ-અર્થશાસ્ત્ર પરનો મુખ્ય કાર્યક્રમ છે.
કાર્યક્રમની 10મી આવૃત્તિમાં અંદાજે 125 દેશના પ્રતિનિધિ ભાગ લેશે. દરમિયાન ત્રણ હજાર 500થી વધુ ભાગીદાર વ્યક્તિગત રીતે સંવાદ કરશે. તેની સમગ્ર કાર્યવાહી વિશ્વભરમાં વિવિધ ડિજિટલ પ્લેટફૉર્મના માધ્યમથી કરોડો લોકો જોઈ શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ