ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત શાંતિ અંગે જે બોલે છે તે સમગ્ર વિશ્વ સાંભળે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત શાંતિ અંગે જે બોલે છે તે સમગ્ર વિશ્વ સાંભળે છે. કારણ કે, ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીજીની ભૂમિ છે. શ્રી મોદીએ એ.આઈ. સંશોધનકર્તા અને પૉડકાસ્ટર લૅક્સ ફ્રિડમેન સાથેની વાતચીતમાં કહ્યું: ‘ભારતીય લોકો સદભાવમાં વિશ્વાસ કરે છે અને શાંતિ ઈચ્છે છે.’ રશિયા અને યુક્રેન સંઘર્ષ પર શ્રી મોદીએ કહ્યું: ‘જ્યારે બંને દેશ વાતચીત માટે એકસાથે આવશે ત્યારે આનું સમાધાન આવશે.’
ભારત અને ચીનના સંબંધ પર શ્રી મોદીએ કહ્યું, ‘બંને દેશના સંબંધ નવા નથી, પરંતુ પ્રાચીન કાળથી સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધ રહ્યા છે.’ તેમણે કહ્યું, ભારત અને ચીને એકસાથે મળીને વૈશ્વિક કલ્યાણ માટે યોગદાન આપ્યું છે. પ્રાચીન કાળથી ભારત અને ચીન વચ્ચે સંઘર્ષનો ઇતિહાસ નથી રહ્યો. બંને દેશ વચ્ચે મજબૂત સંબંધ ભવિષ્યમાં પણ યથાવત્ રહેશે તેવો શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ