પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને મોરેશિયસે તેમની ભાગીદારીને ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવાનો નિર્ણય લીધો છે. મોરેશિયસના રાષ્ટ્રીય દિવસના ખાસ પ્રસંગે, એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમને તેમના મોરેશિયસ સમકક્ષ નવીનચંદ્ર રામગુલામને મળવાની તક મળી.
આજે બીજા દિવસે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેમ્પ ડી માર્સ ખાતે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. સમારોહ દરમિયાન, મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમવીર ગોખુલે ભારત મોરેશિયસ ભાગીદારીમાં તેમના શાનદાર યોગદાન બદલ પીએમ નરેન્દ્ર મોદીને ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ હિંદ મહાસાગર એનાયત કર્યો. પીએમ મોદી મોરેશિયસનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય છે.
અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની બે દિવસીય સત્તાવાર મુલાકાતના ભાગ રૂપે તેમના મોરેશિયસ સમકક્ષ નવીન રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. તેમની મુલાકાતના બીજા દિવસે આજે ભારત અને મોરેશિયસ વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સંયુક્ત પ્રેસ નિવેદનમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને રાષ્ટ્રો ફક્ત હિંદ મહાસાગર દ્વારા જ નહીં પરંતુ પરંપરા અને સંસ્કૃતિ દ્વારા પણ જોડાયેલા છે.
Site Admin | માર્ચ 12, 2025 7:36 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશિયસના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત
