ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 7, 2025 7:39 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને એનિમિયા અને કુપોષણ મુક્ત બનાવવા દરેક પરિવારને પૂરતું પોષણ પૂરું પાડવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને એનિમિયા અને કુપોષણ મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી દેશના દરેક પરિવારને પૂરતું પોષણ પૂરું પાડવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.

આજે સુરત ખાતે સુરત જિલ્લા ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન શરૂ કર્યા બાદ લોકોને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે સરકાર સક્રિયપણે લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે જેથી કોઈ પણ લાભાર્થી પાછળ ન રહી જાય. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે દરેક પાત્ર લાભાર્થીને તેમના હકદાર લાભો મળે તે સુનિશ્ચિત કરવા માટે સંતૃપ્તિ અભિગમ અપનાવ્યો છે. તેમણે સુરત જિલ્લા ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનને અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. 

ગુણવત્તાયુક્ત પોષણની પહોંચ એ રાષ્ટ્રની પ્રગતિની ચાવી છે તે ભારપૂર્વક જણાવતા, તેમણે વિકસિત ભારતના નિર્માણમાં પોષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે એમ પણ ઉમેર્યું કે તેમની સરકાર આ દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવા માટે સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકી રહી છે.

ગરીબોના કલ્યાણ પ્રત્યેની તેમની સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા,પ્રધાનમંત્રીએ છેલ્લા દાયકામાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો પર પ્રકાશ પાડ્યો જેમાં પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, સરકારી વીમા યોજના અને એક રાષ્ટ્ર એક રાશન કાર્ડનો સમાવેશ થાય છે જેનો વંચિતોને ઘણો ફાયદો થયો છે.
અભિયાનના ભાગ રૂપે, પીએમએ સુરતમાં 2.3 લાખથી વધુ લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળના લાભોનું વિતરણ કર્યું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.

With regards,
Head Of RNU,Akashvani,Ahmedabad.