પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ વચ્ચે દ્વિપક્ષીય બેઠક બાદ વિવિધ કરારો પર હસ્તાક્ષરો કરાયા છે. આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બની રહ્યા છે અને દ્વિપક્ષીય વેપારમાં પણ વધારો થઇ રહ્યો છે.
આ પૂર્વે સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે મલેશિયા ભારતની ‘એક્ટ ઇસ્ટ પૉલિસી’નો મહત્વનો સ્તંભ તેમજ મૂલ્યવાન ભાગીદાર છે. વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે પણ તેમની સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે લખ્યું છે કે, તેઓ બંને દેશો વચ્ચેની ભાગીદારીને નવી ઉંચાઈએ લઈ જવા માટે તેમના માર્ગદર્શનને મહત્વ આપે છે.
અનવર ઇબ્રાહિમ ગઈકાલે ભારતના ત્રણ દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 2:24 પી એમ(PM) | પ્રધાનમંત્રી