પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ પ્રસંગે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ, આ ક્ષેત્રમાં કામ કરતી બિન સરકારી સંસ્થાઓના પ્રતિનિધીઓ, મુખ્ય વન્યજીવ વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોએ ભાગ લીધો હતો.
આ અગાઉ પ્રધાનમંત્રીએ ગીર રાષ્ટ્રીય અભયારણ્યમાં જંગલ સફારી માણી અને સિંહ સદન પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું. શ્રી મોદીએ વન્યજીવોનાં સંરક્ષણ અને સંચાલન માટે ફીલ્ડ સ્ટાફનાં પેટ્રોલિંગ માટે બાઇકને લીલી ઝંડી આપીને રવાના કરી. તેમણે ઇકો ગાઇડ, ટ્રેકર્સ અને ફિલ્ડ સ્ટાફ સાથે પણ વાતચીત કરી.
Site Admin | માર્ચ 3, 2025 2:59 પી એમ(PM) | Prime Minister Narendra Modi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસણ ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી
