પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે બેઠક કરશે. આ વાટાઘાટો બાદ બંને પક્ષો વિવિધ કરારો પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે. શ્રી મોદીએ મલેશિયાના પ્રધાનમંત્રીના સન્માનમાં ભોજનું આયોજન કર્યું છે.
શ્રી ઇબ્રાહિમ આવતીકાલે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. તેઓ વિદેશમંત્રી ડૉ. એસ. જશશંકર સાથે પણ મુલાકાત કરશે. અનવર ઇબ્રાહિમ ગઈકાલે ભારતના ત્રણ દિવસના પ્રવાસે નવીદિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે..
Site Admin | ઓગસ્ટ 20, 2024 9:21 એ એમ (AM) | #aakahvani #aakashvaninews
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે બેઠક કરશે
