ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 1, 2025 7:41 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિના બેવડા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગળ વધી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિના બેવડા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગળ વધી રહી છે. આજે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારને વર્ચ્યુઅલી સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવાનો સરકારનો સંકલ્પ ખૂબ જ સ્પષ્ટ છે.તેમણે કહ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, ખેડૂતોને અત્યાર
સુધીમાં લગભગ 3 લાખ 75 હજાર કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. આ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાયથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે કેન્દ્રીય બજેટમાં પીએમ ધન ધન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી છે, જે સૌથી ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે આજે કૃષિ ઉત્પાદન રેકોર્ડ સ્તરે છે. છેલ્લા 10 વર્ષમાં, ઉત્પાદન 26 કરોડ 50 લાખ ટનથી વધીને 33 કરોડ ટનથી વધુ થયું છે.શ્રી મોદીએ કહ્યું કે બાગાયત, ડેરી અને મત્સ્યઉદ્યોગ ઉત્પાદનોની વધતી માંગને
ધ્યાનમાં રાખીને, આ ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે પીએમ આવાસ યોજના-ગ્રામીણ હેઠળ કરોડો ગરીબ લોકોને ઘરો પૂરા પાડવામાં આવી રહ્યા છે અને સ્વામીત્વ યોજનાએ મિલકત માલિકોનેરેકોર્ડ ઓફ રાઇટ્સ આપ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે આ વર્ષના કેન્દ્રીય બજેટમાં ગ્રામીણ સમૃદ્ધિ અને વિકાસ
કાર્યક્રમોની જાહેરાતોએ રોજગારની ઘણી નવી તકોનું સર્જન કર્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ