પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વ 21મી સદીના ભારત તરફ ખૂબ જ ઉત્સાહથી જોઈ રહી છે. આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે NXT કોન્ક્લેવને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વભરના લોકો દેશને જાણવા માટે ભારત આવવા માંગે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત વિશ્વનું નવું ઉત્પાદન કેન્દ્ર બની રહ્યું છે અને આજે તે માત્ર કાર્યબળ જ નહીં પરંતુ વિશ્વ શક્તિ બની રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે જે વસ્તુઓ પહેલા આયાત કરવામાં આવતી હતી તે હવે દેશમાં જ બનાવવામાં આવી રહી છે અને ભારત આ ઉત્પાદનોના નિકાસ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. તેમણે કહ્યું કે હવે ખેડૂતો તેમના ઉત્પાદનો વૈશ્વિક બજારમાં વેચી રહ્યા છે.પ્રધાનમંત્રીએ નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ સરકાર, મહત્તમ શાસનના મંત્રને શ્રેય આપ્યો.