ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 20, 2024 9:17 એ એમ (AM) | #aakahvani #aakashvaninews

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ઑગસ્ટથી શરૂ થનારા પેરિસ પેરાલિમ્પિક રમતને લઈને ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ઑગસ્ટથી શરૂ થનારા પેરિસ પેરાલિમ્પિક રમતને લઈને ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજીત આ મુલાકાત દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે એથ્લિટ્સ ભારતના ધ્વજધારક તરીકે પેરિસ જઈ રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે પેરિસમાં ખેલાડીઓની હાજરી સાથે દેશનું ગૌરવ જોડાયેલું છે. શ્રી મોદીએ કહ્યું કે 140 કરોડ દેશવાસીઓની શુભેચ્છા ખેલાડીઓની સાથે છે.
આ પ્રસંગે ઉપસ્થિત રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું આ વખતે ભારત પેરાલિમ્પિકમાં ભાગ લેવા અત્યાર સુધીની સૌથી મોટી ટુકડીને મોકલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે 84 જેટલા પ્રતિભાશાળી ભારતીય એથ્લિટ પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ