ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 27, 2025 1:59 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાકુંભને એકતાનો મહાયજ્ઞ ગણાવ્યો

(મહાકુંભ-ઑપનિંગ મ્યૂઝિક) મહાકુંભને એકતાનો મહાયજ્ઞ ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું, “દેશને પોતાના વારસા પર ગર્વ છે અને દેશ નવી ઊર્જા સાથે વધુ આગળ વધી રહ્યો છે.” મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના વિચાર રજૂ કરતાં કહ્યું, “આ પરિવર્તનના યુગનો પ્રારંભ છે.” પ્રધાનમંત્રીએ ઉમેર્યું, “મહાકુંભમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર એ માત્ર વિક્રમ નહીં, પણ તેણે ભારતીય સંસ્કૃતિ અને વારસાને અનેક સદીઓ સુધી સમૃદ્ધ બનાવી રાખવા એક મજબૂત પાયો પણ નાખ્યો છે.” મહાકુંભની સફળ પૂર્ણાહૂતિ પર સંતોષ વ્યક્ત કરતા મોદીએ લોકોની મહેનત, પ્રયાસ અને દ્રઢ સંકલ્પ બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “140 કરોડ નાગરિકોની આસ્થા એકસાથે મહાકુંભ પર્વ પર કેન્દ્રીત રહી, જે અભિભૂત કરનારી ક્ષણ છે.” મોદીએ મહાકુંભમાં સમાજના દરેક વર્ગ અને ક્ષેત્રના લોકો એકઠા થયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ