પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ વિશ્વના તમામ નિષ્ણાતોમાં એક વાત અંગે નિશ્ચિતતા છે અને એ ભારતના ઝડપી વિકાસની છે.” આસામના ગુવાહાટીમાં એડવાન્ટૅજ આસામના બીજા તબક્કામાં રોકાણ અને માળખાગત શિખર સંમેલનના પૂર્ણ સત્રનું ઉદ્ઘાટન કરતાં મોદીએ આ મુજબ જણાવ્યું. મોદીએ એડવાન્ટૅજ આસામને સમગ્ર વિશ્વને દેશ સાથે જોડવાનું અભિયાન ગણાવતાં કહ્યું, “ભારતના વિકાસમાં આસામની ભાગીદારી સતત વધી રહી છે.” આજે સમગ્ર વિશ્વનો વિશ્વાસ ભારતની જનતા પર હોવાનું પણ મોદીએ ઉંમેર્યું હતું. (BYTE :PM ASSAM) સંમેલનમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, એન. ચંદ્રશેખરન, અનિલ અગ્રવાલ સહિતના દેશના અગ્રણી ઉદ્યોગપતિઓએ પણ સંબોધન કર્યું હતું.ઉલ્લેખનીય છે કે, 2 દિવસના શિખર સંમેલનમાં 1 ઉદ્ઘાટન સત્ર, 7 મંત્રી સ્તરના સત્ર અને 14 વિષયના સત્ર સામેલ છે. આમાં ઔદ્યોગિક વિકાસ, વૈશ્વિક વેપાર ભાગીદારી અને આસામના જીવંત સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ-MSME ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. સંમેલનમાં 240થી વધુ પ્રદર્શક પણ જોડાશે
Site Admin | ફેબ્રુવારી 25, 2025 2:02 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં રોકાણ સંમેલનમાં જણાવ્યું કે, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતનો ઝડપી વિકાસ નિશ્ચિત છે
