પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારથી પોલેન્ડ અને યુક્રેનનીત્રણ દિવસની મુલાકાતે જશે. ભારતના પ્રધાનમંત્રી 45 વર્ષ બાદ પોલેન્ડની મુલાકાતે છે. બંનેદેશોના રાજદ્વારી સંબંધોને 70 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ મુલાકાતમહત્વપૂર્ણ છે. શ્રી મોદી પોલેન્ડના તેમના સમકક્ષ ડોનાલ્ડ ટસ્ક સાથે વાતચીત કરશેઅને રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન વોર્સોમાં ભારતીયસમુદાય, વેપાર અગ્રણીઓ સાથે પણ વાતચીત કરશે. શ્રી મોદી જામનગર અને કોલ્હાપુરસાથે પોલેન્ડના વિશેષ સંબંધને યાદ કરતા સ્મારકોની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીના આમંત્રણ પર 23 તારીખેયુક્રેનની સત્તાવાર મુલાકાત લેશે. આ મુલાકાત બંને નેતાઓ વચ્ચેની તાજેતરની ઉચ્ચસ્તરીય વાતચીત પર આધારિત હશે. વિદેશ મંત્રાલય દ્વારા યોજવામાં આવેલી પત્રકારપરિષદમાં આ માહિતી આપવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 19, 2024 7:53 પી એમ(PM)