નરેન્દ્ર મોદીએ કહ્યું, “કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. ક્ષેત્રમાં ભારત ઝડપથી પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે.” આકાશવાણી પરથી પ્રસારિત થયેલા ‘મન કી બાત’ કાર્યક્રમના માધ્યમથી દેશને સંબોધિત કરતાં શ્રી મોદીએ કહ્યું, “ભારતના લોકો નવી ટેક્નોલૉજી અપનાવવામાં કોઈનાથી પાછળ નથી.” શ્રી મોદીએ તાજેતરમાં પૅરિસમાં A.I. સંમેલનમાં પોતાના અનુભવની પણ વાત કરી.
પ્રધાનમંત્રીએ ગયા મહિને ઇસરોએ પોતાનું 100મું રૉકેટ લૉન્ચ કર્યું તે અંગે ગૌરવ વ્યક્ત કર્યું હતું.
પ્રધાનમંત્રીએ આ મહિનાની 28મી તારીખે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રોતાઓને સૂચન કર્યું હતું.
શ્રી મોદીએ આઠ માર્ચે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની વાત કરતાં તેને નારીશક્તિને વંદન કરનારી વિશેષ ક્ષણ ગણાવી. મહિલા દિવસ નિમિત્તે શ્રી મોદી નવી પહેલ કરશે.દરમિયાન શ્રી મોદીએ કહ્યું, ખાદ્ય તેલના વધુ પડતાં ઉપયોગથી હૃદયરોગ, મધુપ્રમેહ અને ઉચ્ચ લોહીનું દબાણ જેવી બીમારી થઈ શકે છે. શ્રી મોદીએ ખાદ્ય તેલમાં 10 ટકાનો કાપ મૂકવા પણ લોકોને સલાહ આપી છે.
મનકી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ મેદસ્વીપણાના વિષય અંગે ઑલિમ્પિક ચંદ્રક વિજેતા નીરજ ચોપરા, મુક્કેબાજ નિખત ઝરીન અને પ્રખ્યાત ડૉક્ટર દેવી શેટ્ટીનો વિશેષ સંદેશ પણ લોકોને સંભળાવ્યો હતો.
શ્રી મોદીએ વન્ય જીવના સંરક્ષણ સાથે જોડાયેલા કામમાં સક્રિય રીતે ભાગ લેવા દેશના આદિવાસી સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત શ્રી મોદીએ બૉર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 2:21 પી એમ(PM) | પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું, A.I. ક્ષેત્રમાં ભારત ઝડપથી પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે.”
