પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.
આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે.
આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 10:58 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે.
