પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે જશે.
પ્રધાનમંત્રી આવતીકાલે મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ તબીબી અને વિજ્ઞાન સંશોધન સંસ્થાનું ભૂમિપૂજન કરશે. અદ્યતન ઉપકરણો અને નિષ્ણાત તબીબો સાથેની સૂચિત કેન્સર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવતીકાલે ભોપાલમાં બે દિવસ માટેની વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદ્દઘાટન કરશે.
આ સોમવારે શ્રી મોદી બિહારના ભાગલપુર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સહાયની રકમ છુટી કરશે. તેમજ બિહારમાં વિવિધ વિકાસકામોનું ઉદ્દઘાટન અને લોકાર્પણ કરશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી આસામમાં ચ્હા ઉદ્યોગને 200 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે ગુવહાટી ખાતે યોજાનાર ઝુમોઇર બિનંદિની કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આગામી મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુવહાટીમાં યોજાનારી બીજા તબક્કાની રોકાણકાર અને માળખાકીય વિકાસ માટેની પરિષદનું ઉદ્દઘાટન કરશે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 7:54 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે જશે.
