પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના દેશભરના આશરે દસ કરોડ ખેડૂતો માટે 22 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ છુટી કરશે. આ પ્રસંગે સમગ્ર દેશના 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે ખાસ કાર્યક્રમો યોજાશે. જેમાં આશરે બે થી અઢી કરોડ ખેડૂતો પ્રત્યક્ષ અથવા વર્ચ્યુઅલી જોડાશે.
કેન્દ્રીય કૃષિમંત્રી શીવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે લાભાર્થી ખેડૂતોને સહાયની રકમ લાભના સીધા હસ્તાંતરણ એટલે કે ડીબીટી દ્વારા ખાતામાં અપાશે. તેમણે કહ્યું કે ખેડૂતોના કલ્યાણને કેન્દ્ર સરકાર અગ્રતા આપી રહી છે. એના ભાગરૂપે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને આશરે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા અપાયા છે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 7:45 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કિસાન સન્માન નિધિ યોજનાના આશરે દસ કરોડ ખેડૂતો માટે 22 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ સોમવારે છુટી કરશે.
