ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 22, 2025 7:12 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. દર મહિને પ્રસારિત થનારા રેડિયો કાર્યક્રમનો આ 119મી કડી છે.
આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત થશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.
આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે .

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ