પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત વતી સંયુક્ત વૈશ્વિક વિકાસનો પ્રસ્તાવ મૂક્યો છે.
તેમણે કહ્યું કે પાયો ભારતની વિકાસ યાત્રા અને વિકાસ ભાગીદારીના અનુભવ પર આધારિત હશે.પ્રધાનમંત્રીએ ગઈકાલે ગ્લોબલ સાઉથ વર્ચ્યુઅલ સમિટના ત્રીજા સમાપન કાર્યક્રમના સંબોધનમા આ વાત કહી. તેમણે કહ્યું,આજની ચર્ચાએ સાથે મળીને આગળ વધવાનો માર્ગ મોકળો કર્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચર્ચા વૈશ્વિક દક્ષિણ રાષ્ટ્રો દ્વારા નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવાના પ્રયાસોને વેગ આપશે.
અગાઉ, પ્રધાનમંત્રી તેમની શરૂઆતની ટિપ્પણીમાં ગ્લોબલ સાઉથના રાષ્ટ્રોને એકબીજાની તાકાત બનવા માટે એક અવાજમાં એક થવાનું આહ્વાન કર્યું હતું.તેમણે અનિશ્ચિતતા અને પડકારોના વર્તમાન વૈશ્વિક વાતાવરણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી
Site Admin | ઓગસ્ટ 18, 2024 8:34 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી