પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 2019 પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે, આવનારી પેઢી શહીદોના બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને ક્યારેય ભૂલી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે 6 વર્ષ થયા છે. જેમાં કેન્દ્રીય અનામત પોલિસ દળનાં 40 જવાનો શહીદ થયા હતા.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 2:22 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019 પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી
